Friday 9 March 2012

શા માટે કાને ચડાવાય છે જનોઈ?

બ્રાહ્મણના ખંભા પર જનોઈ જોઈને ઘણા આવા પ્રશ્ન પૂછે કે જનોઈ શા માટે ચઢાવાય છો જ્યારે તમે એકી કે બેકી જાવ છો ત્યારે તો આ રહ્યું તેનું વૈજ્ઞાનિક સત્યઃ

જનોઈને યજ્ઞ સૂત્ર કે બ્રહ્મ સૂત્ર પણ કહેવાય છે. ડાબા ખંભા પર જનોઈ રખાય છે. લંડનની ‘ક્વિન એલિજાબેથ ચિલ્ડ્રન હોસ્પિટલ’ના ભારતીય મૂળના ડો. એસ. આર. સક્સેનાના મત પ્રમાણે. જનોઈ મલ-મૂત્ર ત્યાગ કરતી વખતે કાને લગાવવાનું વૈજ્ઞાનિક કારણ છેઃ

- આમ કરવાથી કબજીયાત દૂર થાય છે કારણ કે કાન પર જનોઈથી થતા પ્રેસરને કારણે આંતરડાની ગતિ વધે છે.

- મૂત્રાશયની માંસપેશીઓનું સંકોચન ઝડપથી થાય છે.

- કાન પાસેની નસો દબાવાથી લોહીનું દબાણ ઓછું થાય છે. અને મળત્યાગ વખતે થતી શ્વસન ક્રીયાની ગતિ સામાન્ય કરે છે.

- કાન પર લગાવવામાં આવતી જનોઈ અશુદ્ધ હથોને સાફ કરવા પ્રેરે છે.

- કર્ણપીડાસનથી નેત્રતેજ તથા સ્મરણ શક્તિમાં વધારો થાય છે, જો જનોઈને કાનપર તાંણીને લગાવો તો આ આસન થઈ જાય છે. તેથી કર્ણપીડાસનનો પણ લાભ મળે છે.

- ઈટાલીના ‘બારી વિશ્વ વિદ્યાલય’ના ન્યૂરો સર્જન પ્રો. એનારિકા પિરાંજેલીએ સિદ્ધ કર્યું છે કે હિન્દુઓ કાન પર જે રીતે જનોઈ લગાવે છે તે હૃદયને મજબૂત થાય છે.

No comments:

Post a Comment