Friday 9 March 2012

શા માટે કાને ચડાવાય છે જનોઈ?

બ્રાહ્મણના ખંભા પર જનોઈ જોઈને ઘણા આવા પ્રશ્ન પૂછે કે જનોઈ શા માટે ચઢાવાય છો જ્યારે તમે એકી કે બેકી જાવ છો ત્યારે તો આ રહ્યું તેનું વૈજ્ઞાનિક સત્યઃ

જનોઈને યજ્ઞ સૂત્ર કે બ્રહ્મ સૂત્ર પણ કહેવાય છે. ડાબા ખંભા પર જનોઈ રખાય છે. લંડનની ‘ક્વિન એલિજાબેથ ચિલ્ડ્રન હોસ્પિટલ’ના ભારતીય મૂળના ડો. એસ. આર. સક્સેનાના મત પ્રમાણે. જનોઈ મલ-મૂત્ર ત્યાગ કરતી વખતે કાને લગાવવાનું વૈજ્ઞાનિક કારણ છેઃ

- આમ કરવાથી કબજીયાત દૂર થાય છે કારણ કે કાન પર જનોઈથી થતા પ્રેસરને કારણે આંતરડાની ગતિ વધે છે.

- મૂત્રાશયની માંસપેશીઓનું સંકોચન ઝડપથી થાય છે.

- કાન પાસેની નસો દબાવાથી લોહીનું દબાણ ઓછું થાય છે. અને મળત્યાગ વખતે થતી શ્વસન ક્રીયાની ગતિ સામાન્ય કરે છે.

- કાન પર લગાવવામાં આવતી જનોઈ અશુદ્ધ હથોને સાફ કરવા પ્રેરે છે.

- કર્ણપીડાસનથી નેત્રતેજ તથા સ્મરણ શક્તિમાં વધારો થાય છે, જો જનોઈને કાનપર તાંણીને લગાવો તો આ આસન થઈ જાય છે. તેથી કર્ણપીડાસનનો પણ લાભ મળે છે.

- ઈટાલીના ‘બારી વિશ્વ વિદ્યાલય’ના ન્યૂરો સર્જન પ્રો. એનારિકા પિરાંજેલીએ સિદ્ધ કર્યું છે કે હિન્દુઓ કાન પર જે રીતે જનોઈ લગાવે છે તે હૃદયને મજબૂત થાય છે.

ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો


ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો

Gujarati  indic IME 1 [ v 5.1]  તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરવાની રીત (Gujarati  indic IME 1 [ v 5.1] ફોન્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા http://www.bhashaindia.com/ આ સાઇટ પરથી ગુજરાતી  emi-ડાઉનલોડ કરો)

સૌપ્રથમ Gujarati  indic તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરીલો અને તેને રન કરો

(Windows xp ની સીડિની જરૂર પડશે એટલે પાસે રાખવી)

(Windows 7 માં સીડિની જરૂર પડતી નથી ફોન્ટ ઇન્ટોલ કરી આગળની પ્રોસેસ કરવી) 

હવે પ્રથમ control panel પર ક્લિક કરો 

control panel ઓપન થતા નીચે regional languages ના આઇકોન પર ક્લિક કરો અને તેને ઓપન કરો

regional languages ઓપન થતા નીચે પ્રમાણે એક ડયલોગ બોક્સ ઓપન થછે.

હવે તમારે Windows xp ની સીડીને સીડી ડ્રાઇવમાં મૂકો અને supplemental language support માં જે ચેક બોક્સ આપેલા છે તેમા પહેલા બોક્સમાં ચેક કરો ચેક કરતાજ એક અન્ય ઓપશન આવછે તેને ok કરો ફરી વખત નીચે આપેલા બોક્સમાં ચેક કરો આવેલા ઓપશનમાં ok કરો એટલે વિન્ડો એક્સ.પી માંથી language કોપી થવાની પ્રક્રિયા ચાલુ થછે. આ પ્રક્રિયા પુરીથાય પછી નેચી આપેલા એપલાય અને ઓકે બટન પર ઓકે કરવું  હવે

હવે details ના બોકસ પર ક્લિક કરો અને નીચે પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખૂલસે

અહિ  Add…બટન પર ક્લિક કરો એટલે એક નીચે પ્રમાણેનુ ડાયલોગ બોક્સ ખુલશે

હવે તમારે Add input language ના પ્રથમ બોક્સમાં ગુજરાતી ભાષા પસંદ કરવાની છે અને   બીજા બોક્સમાં ગુજરાતી કિબોર્ડ પસંદ કરવાનુ છે અને ઓકે કરવાનુ (જો કિબોર્ડમાં Gujarati  indic IME 1 [ v 5.1] આવેતો પહેલા તે પસંદ કરવું)

નીચે આપેલ સ્ક્રિન સોટ પ્રમાણે દેખાય એટલે ઓકે કરવું અને એક વખત કોમ્પ્યુટરને રિસ્ટાટ કરવું હવે જ્યારે પણ તમારે ગુજરાતી ભાષામાં લખવું હોય ત્યારે Shift અને  Alt કિ દબાવવાની એટલે ગુજરાતી ભાષામાં લખાશે અને ફરી વખત અંગ્રેજી ભાષામાં લખવું હોયતો Shift અને Alt કિ દબાવવાની એટલે અંગ્રેજી માં લખાશે

ગુજરાતી લખવા માટે નીચેના સ્ક્રિન સોટ પ્રમાણે સેટીંગ કરી શકો છો.