Abuout Department(SSA-BRC-CRC)



               શાળા એ સમાજની પાયાની જીવંત સંસ્થા છે , જેમાં આજનાં બાળકો - જે ભાવિ નાગરિકો છે, તેમનું ઘડતર થાય છે. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરૂએ કહેલું કે, "દેશની ભૌતિક સંપદા કરતાં દેશની માનવીય અને બૌધ્ધિક સંપદાનું મૂલ્ય અનેકગણું છે."

"શાળા દપૅણ એટલે શાળાની ભૌતિક , શૈક્ષણિક અને પયૉવરણીય સંપદાનું દપૅણ."

        એક ચીની કહેવત છે કે...

     " તમે એક વષૅ માટે સુખી થવા માગતા હોય તો વષૅભર ચાલે તેટલું અનાજ સંઘરો. તમે દસકાઓ સુધી સુખી થવા       
        માગતા હોય તો વ્રુક્ષો વાવો અને તમે સદીઓ સુધી સુખી થવા માગતા હોય તો શિક્ષણ આપો. "

       આમ, દેશના ભાવિ ઘડતરનો આધાર છે - શિક્ષણ . શિક્ષણથી જ દેશની બૌધ્ધિક સંપદા કેળવાય છે, અને એ બૌધ્ધિક સંપદા જ દેશની મહત્વની સંપદા છે, અને પાયાના શિક્ષણ દ્વારા દેશની બૌધ્ધિક સંપદાનું સંવધૅન કરતી સંસ્થા એટલે પ્રાથમિક શાળા ... અને આ શાળાઓનો સમૂહ એટલે રેસોર્સ સેન્ટર

આવો જાણીએ આ રીસોર્સ સેન્ટર અને તેને લગતી કેટલીક બાબતોને .....

  મિત્રો, શરૂઆત કરીશ S.S.A. ની શરૂઆત કેવી રીતે થઈ ત્યાંથી .. !!!

ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ

          ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ (જી.સી.ઈ.ઈ.), જે પહેલાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ(જી.સી.પી.ઈ.) ના નામે ઓળખાતી હતી, તેની નોંધણી ૮મી નવેમ્બર, ૧૯૯૫ ના રોજ સોસાયટી રજીસ્ટ્રૅશન ઍક્ટ, ૧૮૬૦ નીચે તથા બોમ્બે પ્બ્લીક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ કરવામાં આવેલ. ગુજરાત પ્રારંભિક શિક્ષણ સમિતિની સ્થાપના રાજ્ય કક્ષાની સંસ્થા તરીકે જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ, બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં ફેઝ-૨ ના અમલીકરણ માટે કરવામાં આવેલ. રાજ્ય કક્ષાએ અસરકારક કામગીરી માટે ૧ નવેમ્બર, ૧૯૯૬ ના રોજ ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ ખોલવામાં આવી.

                 ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ (જી.સી.પી.ઈ.) જે ફક્ત ત્રણ જીલ્લાઓમાં કામ કરતી એક કચેરી હતી તે વિકસીને રાજ્યમાં પ્રાથમીક શિક્ષણના ક્ષેત્રમાં ડી.પી.ઈ.ડી. II અને IV, સર્વ શિક્ષા અભિયાન, એન.પી.ઈ.જી.ઈ.એલ. અને કે.જી.બી.વી. જેવી અનેક જુદી-જુદી યોજનાઓના અમલીકરણ માટેનું સંગઠન બની ગઈ. તેણે જુન – ૨૦૦૩ માં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ (ડી.પી.ઈ.પી. – II) નું અને ડી.પી.ઈ.પી. – IV નું જુન – ૨૦૦૫ માં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ક્ચ્છ, જામનગર, ભાવનગર અને જુનાગઢ માં સફળતાપુર્વક અમલીકરણ કરેલ છે.

            સર્વ શિક્ષા અભિયાનના ધ્યેય (એસ.એસ.એ.) નીચે ગુજરાતમાં તમામ ૨૬ જીલ્લાઓ અને ૪ નગરપાલીકાઓને સમાવી લેવામાં આવી છે. એસ.એસ.એ.એમ. ના છત્ર નીચે રાજ્યના ૨૨ જીલ્લાઓમાં (ભરૂચ, ડાંગ, પોરબંદર અને વલસાડ્ સિવાય) ૭૮ ગ્રામિણ શૈક્ષણીક પછાત વિભાગો (ઈ.બી.બી.) ના ૧૫૮૪ જુથમાં તથા ૧૧ શહેરી ઝુંપડપટ્ટીઓના ૩૨ જુથમાં કન્યાઓને પ્રારંભીક શિક્ષણના રાષ્ટ્રીય કાર્યક્રમ (એન.પી.ઈ.જી.ઈ.એલ.) નો તે અમલ કરે છે.

                કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજનાનો પણ અમલ તે કરે છે જેની અંદર અ.જા. / અ.જ.જા. / અ.પ.વ. / લઘુમતિ અને ગરીબી રેખાની નીચે દુષ્કર વિસ્તારની સુવિધાઓથી વંચીત કન્યાઓ માટે રહેવાની સગવડ સાથેની ૮૯ આવાસી પ્રારંભીક શાળાઓનું નિર્માણ કરેલ છે.

              ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે યોજનાઓના અમલીકરણ માટે સંસ્થાના મેમોરેંન્ડમ ઓફ એસોસીએશનમાં યોગ્ય ફેરફારો કરવામાં આવેલ છે.


      આ રીતે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત થતાં નીચેનું વહીવટીય માળખું રચાયું >>>

વ્ય્વસ્થાપક માળખુ
.રાજય કક્ષાએ
એસ.પી.ડી.સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
એસ.પી.ડી.એડિ. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
એફ એંન્ડ એઓફાયનાન્સ & એકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)
ઓઆઇસીઓફિસર ઇન ચાર્જ
એસએસએસર્વ શિક્ષા અભિયાન
જીસીઆરટીગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
.રાજય કચેરી

એસએસએસર્વ શિક્ષા અભિયાન
એસ.પી.ઓ.સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ
એસ.પી.ડી.સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
એસ.પી.ડી.એડિ. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
ટીટીટીચર્સ ટ્રેનિંગ (શિક્ષક તાલીમ)
એ.એસ.ઓલ્ટરનેટિવ સ્કુલિંગ (વૈકલ્પિક શિક્ષણ્)
એ.એસ.ઓલ્ટરનેટિવ સ્કુલિંગ (વૈકલ્પિક શિક્ષણ્)
આ.ઇ.ડી.ઇન્ટિગ્રેટેડ એજયુકેશન ફોર ડિસએબલ્ડ (સંકલિત શિક્ષણ)
ઇસીસીઇઅર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજયુકેશન (પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ)
ઓએસકચેરી અધીક્ષક
એફ એંન્ડ એઓફાયનાન્સ & એકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)
એમ.આઇ.એસ.મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ
પી એન્ડ એમપ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ
.જીલ્લા કક્ષાએ

એડીપીસીઆસી. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
એઓએકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)
એકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)ઓફિસર ઇન ચાર્જ
બી.આર.જી.બ્લોક રીસોર્સ ગ્રુપ
સી.આર.સી.ક્લસ્ટર રીસોર્સ ગ્રુપ
બી આર.સી.બ્લોક રીસોર્સ સેન્ટર
સી.આર.સી.ક્લસ્ટર રીસોર્સ સેન્ટર
એસ.એમ.સી.સ્કુલ મેનેજમેન્ટ કમિટિ (શાળા વ્યવસ્થાપન સમિતિ)

.જીલ્લા કચેરી

ડીપીસીજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
ટીટીટીચર્સ ટ્રેનિંગ (શિક્ષક તાલીમ)
એ.એસ.ઓલ્ટરનેટિવ સ્કુલિંગ (વૈકલ્પિક શિક્ષણ્)
આ.ઇ.ડી.ઇન્ટિગ્રેટેડ એજયુકેશન ફોર ડિસએબલ્ડ (સંકલિત શિક્ષણ)
ઇસીસીઇઅર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજયુકેશન (પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ)
એઓએકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)
એસ.એમ.સી.સ્કુલ મેનેજમેન્ટ કમિટિ (શાળા વ્યવસ્થાપન સમિતિ)
બી આર.સી.બ્લોક રીસોર્સ સેન્ટર
સી.આર.સી.ક્લસ્ટર રીસોર્સ સેન્ટર


આ રીતે સી.આર.સી. ( ક્લસ્ટર રીસોર્સ સેન્ટર ) અમલમાં આવ્યું.

સર્વ શિક્ષા અભિયાન દ્વારા નીચેની પ્રવૃતિ ઉપરના માળખાના આધારે થતી રહે છે. >>>
સમિતીની પ્રવ્રુત્તિઓ / ફરજો 
નીચેની પ્રવ્રુત્તિઓ / ફરજો એસ.એસ.એ. માટેના માળખામાં રહેલ જોગવાઈઓને ધ્યાનમાં રાખી સમિતી દ્વારા અદા કરવામાં આવે છે.
૧ :શાળાઓ / સ્પેશિયલ ટ્રેનિંગ વ્યવસ્થા
૨ :પ્રાથમીક અને ઉચ્ચતર પ્રાથમીકમાં જે નીચું હોય તેમાં દરેક શ્રેણી / વર્ગમાં દરેક શિક્ષકને ઓરડો ફાળવવો.
૩ :બાંધકામ કાર્ય : શાળાની સગવડતામાં વધારો તથા બી.આર.સી. / સી.આર.સી. બાંધકામ અને સી.આર.સી. સ્તરે વધારાના વર્ગખંડ.
૪ :શાળાના મકાનની જાળવણી તથા સમારકામ (ચોક્ક્સ નિયમોને આધિન).
૫ :શાળાનું અનુદાન.
૬ :ટી.એલ.એમ. માટે શિક્ષકોને અનુદાન (નિયમોને આધીન સિમીત રહીને).
૭ :શીક્ષકોને તાલિમની જોગવાઈ.
૮ :જુથ નેતાને તાલિમની જોગવાઈ.
૯ :વિકલાંગ બાળકોની વિષેશ જરૂરીયાતો પુરી કરવાના પ્રયત્નો.
૧૦:સંશોધન, મુલ્યાંકન, નિયંત્રણ તથા નિરીક્ષણ માટેની જોગવાઈઓ.
૧૧:સંચાલન માળખું ઉભું કરવું.
૧૨:કન્યા શિક્ષણ માટે નવિન પ્રવ્રુત્તિઓ, વહેલું બાળપણ, સંભાળ અને શિક્ષણ, અ.જા. / અ.જ.જા. જાતીના બાળકોના શિક્ષણનું નિયમન.
૧૩:બી.આર.સી. જેવા બ્લોક સ્તરે અને ક્લસ્ટર સ્તરે સી.આર.સી. જેવા શૈક્ષણીક એકમોની સ્થાપના તથા તેમને સક્રિય અને સક્ષમ બનાવવા.
૧૪:વૈકલ્પીક શિક્ષણ કેન્દ્રો, સેતુ અભ્યાસક્રમ, ઉપચારાત્મક અભ્યાસક્રમ, શાળામાં ન જતાં બાળકોને નિયમિત શાળામાં પાછા ફરવાની શીબીરો માટે ભંડોળ પુરૂં પાડવું.
૧૫:સુક્ષ્મ આયોજન, ઘરેલુ મોજણી, અભ્યાસ, સામાજીક ગતિશીલતા, શાળાકિય પ્રવ્રુત્તિઓ, કચેરિનાં સાધનો, તમામ સ્તરે તાલિમ અને નિર્ધારણ વિગેરે માટેની પ્રારંભિક પ્રવ્રુત્તિઓ.
૧૬:એન.પી.ઈ.જી.ઈ.એલ. નીચે શાળાનું નમુનારૂપ ઝુમખું તૈયાર કરવું અને ટી.એલ.એમ., રમત-ગમત તથા વ્યવસાયલક્ષી તાલિમ માટે ભંડોળ પુરૂં પાડ્વું.
૧૭:કન્યા કેળવણીના પ્રચારાર્થે થતી વિવિધ પ્રવ્રુત્તિઓમાં થતા ખર્ચાઓને પહોંચી વળવા નમુનારૂપ શાળાના ઝુમખાંને અનુદાનની જોગવાઈ.
૧૮:કન્યા છાત્રાઓની નામ નોંધણી, જાળવણી તથા ભણતરની સિદ્ધિ માટે ક્લસ્ટર સ્તરે શાળા / શિક્ષકને પુરસ્કારની જોગવાઈ.
૧૯:જાતિ સંવેદના બાબતે ભાગ લેનાર શિક્ષકો અને લોકોને તાલિમ.
૨૦:કમ્પ્યુટર ધ્વારા શિક્ષણ (કમ્પ્યુટર એઇડેડ લર્નિંગ)

સર્વ શિક્ષા અભિયાન મિશનની વ્હ્યુહ રચના નીચે મુજબ છે.

વ્‍યૂહ
  • પદ્ધતિમાં સુધારા માટે સંસ્થાકીય સુધારણાઓ
  • કેન્દ્ર સરકાર અને રાજય સરકાર વચ્ચે ટકાઉ નાણાંકીય ભાગીદારી
  • અસરકારક વિકેન્દ્રીકકરણ દ્વારા લોક નેતૃત્વ
  • જી.સી.ઇ.આર.ટી., ડી.આઇ.ઇ.ટી., બી.આર.સી., સી.આર.સી., એસ.એમ.સી. નું સંસ્થાકીય સક્ષમતા બંધારણ.
  • સંપૂર્ણ પારદર્શીતા સાથેનું સમુદાય / જ્ઞાતી આધારીત નીરીક્ષણ.
  • વસવાટના એકમ સાથેનું સમુદાય / જ્ઞાતી આધારીત આયોજન.
  • સમુદાય/જ્ઞાતી પ્રત્યે જવાબદારી, જેમકે એસ.એમ.સી.- શાળા વ્યવસ્થાપન સમિતિ
  • કન્યા કેળવણીને પ્રાધાન્ય
  • વિશેષ જુથો જેવાકે અ.જા., અ.જ.જા., લધુમતી જુથો, શહેરી તથા વિશેષ જરૂરીયાત વાળા બાળકો ઉપર ધ્યાન આપવું.
  • અભ્યાસક્રમમાં સુધારા, બાળકો કેન્દ્રીક્રુત પ્રવૃત્તિઓ, અસરકારક ટી.એલ.એમ. અને શિક્ષકોના વ્યાવસાયીક વિશેષાધીકાર સહીતની ગુણવત્તા પર ભાર.
  • અભ્યાસક્રમને લગતી સામગ્રીના વિકાસમાં વર્ગ વ્યવહાર ઉપર ધ્યાન આપવામાં શિક્ષકોની કેન્દ્રીય ભૂમીકા.
     સમુદાય / જ્ઞાતીલક્ષી નેતૃત્વનું નિર્ધારણ.



સર્વ શિક્ષા અભિયાન મિશનની વ્યાપ્તિ અને રાજ્ય રૂપરેખા નીચે મુજબ છે.

વ્‍યાપ
વ્યાપ્તિ અને રાજ્ય રૂપરેખા
એસ. એસ. એ. વ્યાપ્તિ
સમાવેલ જિલ્લાઓ :26
નગરપાલિકાઓ :
(બાકીના જિલ્લાઓમાં સમાવેલ છે)
4
તાલુકાઓ :224
ક્લસ્ટરો :4268
ડી.આઈ. ઈ. ટી.26

રાજ્ય રૂપરેખા : ( પુરાવો આપનાર ડી. આઈ. એસ. ઈ. DISE 2011-12 ) :
કુલ શાળાઓ :40940
સરકારી શાળાઓ33499
અનુદાનીત શાળાઓ703
ખાનગી શાળાઓ6738
શિક્ષકો ની સંખ્યા273065
પુરુષ :123736
સ્ત્રી :149329
વિદ્યાર્થિઓ ની સંખ્યા8376967
છોકરાઓ4507418
છોકરિઓ  3869549
બી. આર. સી. ની સંખ્યા224
સી. આર. સી. ની સંખ્યા4268
ડ્રોપ આઉટ દર:
ધો ૧ થી ૫
ધો ૧ થી ૭
કુમાર
કન્યા
કુલ
કુમાર
કન્યા
કુલ
2.05
2.08
2.07
7.35
7.82
7.56
એસ. એસ. એ. ના કાર્યકારી વિસ્તારો

.શિક્ષકો ની તાલીમ
.આયોજન અને સંચાલન
.
આદિવાસી શિક્ષણ
.
જાતિ શિક્ષણ
.
બાંધકામ
.
નાંણા વ્યવસ્થા અને હિસાબ
.
માધ્યમ અને દસ્તાવેજીકરણ
.
સંચાલકીય માહિતી વ્યવસ્થા
.
વિકલાંગો માટે સમન્વિત શિક્ષણ

મુખ્‍ય ભાગ
  • ગુણવત્તામાં સુધારો
  • સમુદાય / જ્ઞાતી એકીકરણ
  • કન્યા કેળવણી
  • નિશાળે ન જતા બાળકોનું શિક્ષણ
  • વિશીષ્ટન જરૂરીયાત વાળા બાળકોનું શિક્ષણ
  • અનુસુચિત જાતી/જનજાતીના બાળકોનું શિક્ષણ
  • શહેરથી વંચીત બાળકનું શિક્ષણ
  • બાળપણની પૂર્વ કાળજી અને શિક્ષણ (ઇ.સી.સી.ઇ.)
  • કોમ્પ્યુટર ધ્વારા શિક્ષણ
  • બાંધકામ અને સમારકામ
  • સંશોધન અને મૂલ્યાંમકન
  • શાળાના બાળકની ગ્રહણશકિત




સંપર્ક
રાજય કચેરી

ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ (GCEE)
સર્વ શિક્ષા અભિયાન,
સેકટર-૧૭, ગાંધીનગર.
ફોન નં.૦૭૯-૨૩૨૩૮૪૦૪, ૦૭૯-૨૩૨૪૩૧૩૩
ફેકસઃ- ૦૭૯- ૨૩૨૩૮૪૦૪, ૦૭૯-૨૩૨૩૨૪૩૬
ટોલ ફ્રી નં: ૧૮૦૦-૨૩૩-૭૯૬૫
ઈ-મેઇલઃ dpepgujarat@yahoo.com
            spossam@gmail.com

જીલ્લા કચેરી

SARVA SHIKSHA ABHIYAN OFFICE
KANYA SHALA NO.2, DARBARGADH HALL,
DIWAN CHAWK, JUNAGADH
GUJARAT (INDIA)
CONTACT : +91 (285) 2656277

TALL FREE HELP LINE NO : 1800 233 3149

E-MAIL : ssam.junagadh@gmail.com


તાલુકા કચેરી

B.R.C. BHAVAN, UNA
SARVA SHIKSHA ABHIYAN OFFICE
PAY CENTER SCHOOL NO.2, POST OFFICE CHAWK,
Ta. Una, Dis. JUNAGADH
GUJARAT (INDIA)
CONTACT : +91 (2875) 222539
E-MAIL : brc.jnd.una@gmail.com

ક્લસ્ટર કચેરી


C.R.C. Co Ordinator, ( Paras P. Hirapara)
CRC BHAVAN - GIR GADHADA

PAY CENTER SCHOOL CAMPUS,
OPOSITE HOUSING COLONY, DRON ROAD, 
Ta :- Una , Dis :- Junagadh - 362 530
+91 97144 17139



Thanks with worm Regards..

No comments:

Post a Comment